PGCIL માં એપ્રેન્ટિસની 1166 ખાલી જગ્યા ભરાશે

પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (PGCIL) એ એપ્રેન્ટિસની 1166 ખાલી જગ્યા પર ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. તે માટે ઇચ્છુક ઉમેદવારો 31 જુલાઇ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

શૈક્ષણિક યોગ્યતા:- આઇટીઆઇ અને ઇલેકટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા, ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇલેકટ્રીકલ, એચબીએ(એચઆર) કે પીજી ડિપ્લોમા ઇન પર્સનલ મેનેજમેન્ટ, માસ્ટર ઇન સોશિયલ વર્ક કે રુરલ ડેવલપમેન્ટ.  

વય મર્યાદા:- જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ અનુસાર વય મર્યાદામાં છુટછાટ આપવામાં આવશે.

સ્ટાઇપેન્ડ:- પસંદગી પામનારા ઉમેદવારોને મહિને 12 હજારથી 15 હજાર સુધી સ્ટાઇપેન્ડ મળશે.

આ રીતે અરજી કરો:- ઇચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ www.powergrird.inના માધ્યમથી

ઓનલાઇન મોડમાં અરજી કરી શકાશે.

પસંદગી પ્રક્રિયા:- બીઇ, બીટેકમાં મેળવેલા માર્ક્સ તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે યોગ્ય ઉમેદવારની

પસંદગી કરાશે.

Leave a Comment

ads