ITBP માં સબ ઇન્સ્પેકટર માટેની  37 જગ્યા પર તક

ITBP માં સબ ઇન્સ્પેકટર માટેની  37 જગ્યા પર તક

અંતિમ તારીખ:- 14 ઓગસ્ટ 2022

         ઇંડિયન તિબટ બોર્ડર ફોર્સ (આઇટીબીપી) એ સબ ઇન્સ્પેકટરની 37 ખાલી જગ્યા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઇચ્છુક ઉમેદવારો 14 ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. 

શૈક્ષણિક યોગ્યતા:- ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10, ધોરણ 12, ડિપ્લોમા કે ગ્રેજ્યુએશન કર્યું હોવું જોઇએ. વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

વય મર્યાદા:- જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 25 વર્ષથી વધુ ન હોવી જોઇએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ અનુસાર વય મર્યાદામાં છુટછાટ મળશે.  

સેલેરી:- પસંદગી પામનારા ઉમેદવારોને લેવલ -6ને અનુરૂપ માસિક વેતન મળશે. 

આ રીતે અરજી કરો:- ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ www.recruitment.itbpolice.nic.in ના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકાશે.

પસંદગી પ્રક્રિયા:- યોગ્ય ઉમેદવારની પસંદગી પ્રીલિમનરી એલિજિબિટી ટેસ્ટ, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટના માધ્યમથી કરવામાં આવશે.  

 

Leave a Comment

ads