યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ આસિસ્ટન્ટ ડિરેકટર સહિતની અન્ય ખાલી જગ્યાઓની ભરતી માટે ઓનલાઇન એપ્લિકેશન વિન્ડો ખોલી છે. ઇચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેલસાઇટ પર જઇને 11 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકે છે. યુપીએસસીએ આ ભરતીના માધ્યમથી કુલ 16 ખાલી જગ્યા ભરાશે. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદમાં છૂટછાટ મળશે. ભરતી સબંધિત વિસ્તૃત માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાંથી મેળવી શકાશે.
ટેકનિકલ ઓફિસર:- મેકેનિકલ એન્જિનિયરિંગમાંથી ડિગ્રી કર્યું હોવું જોઇએ. વય મર્યાદા 50 વર્ષ, પેલેવલ- 14ને અનુરૂપ સેલરી મળશે.
આસિસ્ટન્ટ ડિરેકટર:- સેન્ટ્રલ હિન્દી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટમાં આસિસ્ટન્ટ ડિરેકટર માટે મુખ્ય વિષય હિન્દી સાથે કે હિન્દી મીડિયમમાં ડિગ્રી હોવી જોઇએ. વય મર્યાદા:- 35 વર્ષ, 7મા સીપીસી મુજબ પે સ્કેલ 10ને અનુરૂપ સેલરી.
આસિસ્ટન્ટ સ્ટોર ઓફિસર :- મિનિસ્ટ્રી ઓફ માઇન્સમાં આસિસ્ટન્ટ સ્ટોર ઓફિસર માટે ઇકોનોમિક્સ કે કોમર્સ કે સ્ટેટેસ્ટિક્સ કે બિઝનેસ સ્ટડીઝ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં બેચલર કે માસ્ટર ડિગ્રી કરી હોવી જોઇએ. મટીરીયલ્સ મેનેજમેન્ટ કે વેરહાઉસિંગ મેનેજમેંટ કે પર્ચેસિંગ લોજિસ્ટિક્સ કે પબ્લિક પ્રોક્યોરમેન્ટમાં ડિપ્લોમા કર્યું હોવું જોઇએ. પે મેટ્રિકલ લેવલ -7ને અનુરૂપ સેલરી મળશે. વય મર્યાદા 30 વર્ષ.
રીડર:- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ હેન્ડલૂમ ટેકનોલોજીએ ઓફિસ ઓફ ધ ડેવલપમેન્ટ કમિશનર ફોર હેન્ડલૂમમાં રીડરની પોસ્ટ માટે ટેક્સટાઇલ પ્રોસેસિંગ કે ટેક્સટાઇલ કીમેસ્ટ્રીમાં બીઇ કર્યું હોવું જોઇએ. ઉમેદવારની ઉંમર 40 વર્ષ સુધી હોવી જોઇએ. પસંદગી પામનારા ઉમેદવારને પે મેટ્રિક્સ લેવલ -11 ને અનુરૂપ સેલરી મળશે.
એપ્લિકેશન ફી:- ઉમેદવારોએ રૂ. 25 એપ્લિકેશન ફી ભરવાની રહેશે. ફી ભરવામાં વિઝા/માસ્ટર ક્રેડિટ/ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકાશે. એસસી, એસટી, પીડબ્લ્યુ, મહિલા ઉમેદવારો માટે કોઇ પણ પ્રકારની ફી નથી.
આ રીતે અરજી કરો:- ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in ના માધ્યમથી ઓનલાઇન રિક્રુટમેન્ટ એપ્લિકેશન જમા કરાવી શકાશે. સૌ પ્રથમ upsc.gov.in પર જવું. ત્યારબાદ હોમ પેજ પર ‘UPSC Recruitment 2022 notification’ લિંક પર ક્લિક કરવું. હવે જે પોસ્ટ માટે અરજી કરવા માગો છો, તેની પર ક્લિક કરી એપ્લિકેશન ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભર્યા પછી અરજી ફી ભરવાની રહેશે. હવે ફોર્મ સબમિટ કરી